અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં તણાવ વધી રહ્યો છે. હવાઇ હુમલો કર્યા બાદ ઈરાનનાં કુદર્સ ફોર્સનાં વડા જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકાએ જે રીતે હત્યા કરી હતી, ત્યારબાદ ઈરાને પણ યુએસને જાહેરમાં ધમકી આપી છે કે તે તેનો બદલો લઇને જ રહેશે. પરંતુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આવું કરતાં પહેલાં વિચારવાની ચેતવણી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન મોટેથી બોલી રહ્યું છે અને યુએસની સંપત્તિને નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે. તે તેના આતંકવાદી નેતાની મૃત્યુનો બદલો લેવા માંગે છે જેણે એક અમેરિકનની હત્યા કરી હતી, જેણે ઘણા લોકોને ઈજા પહોંચાડી, અહી એવા લોકોનો ઉલ્લેખ કરવાની જરૂર નથી જેની હત્યા તેણે પોતાના જીવનકાળમાં કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ ચેતવણી આપતા કહ્યુ કે જો ઇરાન કોઈપણ અમેરિકન ઠેકાણા પર હુમલો કરે છે, તો અમે તેમના 52 ઠેકાણા પર નિશાન હુમલો કરી શકીએ છીએ. તેમાં કેટલાક ખૂબ ઉંચા અને મહત્વપૂર્ણ સ્થાનો છે, જે ઈરાનની સંસ્કૃતિમાં એકદમ મહત્વપૂર્ણ છે. અમે ખૂબ જ ઝડપી અને સખત હુમલો કરીશું. જણાવી દઇએ કે ડ્રોન હુમલામાં ઈરાનનાં બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનાં એક દિવસ બાદ શનિવારે ફરીથી હવાઈ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા.
આ હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા પોપ્યુલર મોબલાઇજેશન ફોર્સેસનાં હોવાનું સામે આવી રહ્યુ છે. ઇરાકી આર્મીનાં સુત્રોનાં હવાલેથી જણાવવામાં આવ્યું છે કે હુમલા બાદ બે લશ્કરી વાહનોમાં આગ લાગી હતી. આ હવાઈ હુમલામાં 6 લોકો જીવતા જ બળી ગયા હતા. હુમલો સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1:12 વાગ્યે થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.