કોલ્લમ ,
ગ્લેમર ની દુનિયા બહાર થી જેટલું સારી દેખાય છે એટલી જ અંદર થી પણ સારી હોય દરેક એક્ટ્રેસ માટે એ જરૂરી નથી. સપના પુરા
કરવા માટે લોકો કોઈ પણ રસ્તો પકડી લેતા હોય છે અને આવું જ કર્યું કેરળ ની એક ટીવી એક્ટ્રેસ એ, શોર્ટકટ અપનાવ્યો પૈસાદાર
બનવા માટે અને એ પણ ઘરમાં જ નકલી નોટ છાપીને.
જે ટીવી એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ એનું નામ સુર્યા શીશકુમાર છે જેને કેરળ માં પ્રસારિત થતી ઘણી ટીવી સીરીયલમાં કામ કર્યું
છે. તો એવું શું થયું આ એક્ટ્રેસ સાથે કે એને આવા કામ નો સહારો લેવો પડ્યો જેમાં એના ઘરના સભ્યો ખુદ પણ સાથે જોડાયેલા
હતા. ટીવી એક્ટ્રેસ સુર્યા શીશકુમાર, એની માતા અને બહેન ને પકડી લેવામાં આવ્યા છે. ઘરની તપાસ કર્યા બાદ પોલીસ ને એ તમામ સામાન એમના ઘરમાંથી પ્રાપ્ત થયો હતો જે નકલી નોટ છાપવામાં વપરાતો હતો. પોલીસ અધિકારી વીએસ સુનીલ એ જણાવ્યું છે કે, બધો સામાન જપ્ત કરી લીધો છે અને જણાવ્યું છે કે ઘરમાંથી બે લાખની નકલી નોટો મળી છે અને ઘરમાં ૫૦ લાખ રૂપિયાની નોટો છાપી શકાય એટલો સામાન હતો. હાલમાં એમની સાથે જોડાયેલા બીજા લોકોને પણ પકડીને હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે માળો કોર્ટમાં ગયો છે. નકલી નોટ છાપવાનું કામ ગેરકાયદેસર છે અને એની સજા ભોગવવી પદે છે એ પછી કોઈ સામાન્ય માણસ હોય કે કેરળની ટીવી એક્ટ્રેસ.
આ હતું કારણ , જેને ટીવી એક્ટ્રેસ અને પરિવારને નકલી નોટ છાપવા માટે કરી મજબુર
પોલીસ અધિકારી એ જણાવ્યું છે કે , અભિનેત્રી અને એના પરિવારે કબુલ કર્યું છે કે તેઓ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી આ નકલી
નોટ છાપવાનું કામ કરતા હતા. આ લોકો એ પોતાના નુકશાન ની ભરપાઈ કરવા માટે આ અવળો માર્ગ અપનાવ્યો હતો.