ઓસ્ટ્રેલિયાનાં વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર, જે એશિઝ શ્રેણી દરમિયાન નબળા ફોર્મનાં કારણે ટીકાનો સામનો કરી રહ્યો હતો, તેણે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન શાનદાર વાપસી કરી હતી. તેણે મેચનાં બીજા દિવસે ટ્રિપલ સદી પૂરી કરી હતી.
ડેવિડ વોર્નર 80થી વધુ સ્ટ્રાઇક રેટથી 418 બોલમાં 335 રન બનાવ્યા બાદ નોટઆઇટ જ પેવેલિયન પરત ફર્યો હતો. વોર્નરે તેની ઇનિંગ્સમાં 39 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. જ્યારે ટીમનો સ્કોર 589/3 હતો, ત્યારે કેપ્ટન ટિમ પેને ઇનિંગની ઘોષણા કરી હતી અને પાકિસ્તાનની ટીમને દિવસની રમતની છેલ્લી છ ઓવરમાં બેટિંગ કરવા આમંત્રિત કર્યા હતા.
ટિમ પેનનાં નિર્ણયને લીધે ડેવિડ વોર્નરનાં ચાહકો ગુસ્સે થઈ ગયા અને તેમણે ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જ્યારે ટિમ પેને ઇનિંગની ઘોષણા કરી હતી, ત્યારે વોર્નર કાંગારુ દિગ્ગજ મેથ્યુ હેડનનાં રેકોર્ડને તોડવાથી માત્ર 45 રન દૂર હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ હેડને ટેસ્ટ ક્રિકેટમાં 380 રન બનાવ્યા છે. રમતનાં સૌથી લાંબા ફોર્મેટમાં વિન્ડિઝનાં દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા મોખરે છે. તેણે સૌથી વધુ 400 રન બનાવ્યા છે. જો વોર્નરે હેડનનો રેકોર્ડ તોડ્યો હોત, તો તે ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો હોત અને લારા બાદ તે યાદીમાં બીજા સ્થાને હોત.
https://twitter.com/krishna8mishra/status/1200678448135454720
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.