ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની બીજી લહેર પોતાના કહેરને સમેટી રહી છે. રાજ્યમાં કોરોના નવા કેસ ની સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે કોરોના બાદ નાના બાળકોમાં MIS-C નું પ્રમાણ વધ્યું છે.
રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ બીમારીના અનેક કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે MIS-Cના કારણે બે બાળકોના મોત નિપજ્યા છે. MIS-Cના કારણે બાળકોનું મોત થતાં માતા-પિતાની ચિંતા વધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં MIS-Cના ૧૦ બાળકો એડમિટ હતા જેમાંથી ૭ બાળકોને બચાવ થયો છે જ્યારે બે બાળકો નું મોત નીપજ્યું છે અને હજુ પણ એક બાળક સારવાર હેઠળ છે.
મૃતક બાળકોમાં એક બાળક આઠ વર્ષનું હતું જ્યારે અન્ય બાળકની ઉંમર 12 વર્ષની હતી. એક બાળકમાં લોહીનું દબાણ ઓછું થવાને કારણે તો અન્ય બાળકનું મગજ અને લિવર ફેલ થઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. હાલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ MIS-Cના કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ એમએસસી ના ત્રણ બાળકો એડમિટ છે.