રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ નિષ્ક્રિયતા દાખવનાર સામે કોંગ્રેસે સસ્પેન્શનનું શસ્ત્ર ઉગામ્યું છે.ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવ્યો હતો ત્યારે રાજકોટ શહેરમાં ભાજપે 18માંથી 17 વોર્ડ પર વિજય મેળવીને રાજકોટમાં પોતાની સત્તા સ્થાપિત કરી દીધી છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં કારમી હારને ન પચાવી શકતા કાર્યકરોમાં આંતરિક ખટરાગ ઉત્પન્ન થયો છે.
Election / બંગાળમાં મીઠાઈઓને લાગ્યો ચૂંટણીનો રંગ, મોદી અને દીદીનાં ચિત્ર સાથેના સંદેશનું વેચાણ
આ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મનપાની ચૂંટણીમાં નિષ્ક્રિયતા બદલ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને અગ્રણી રમેશ તલાટીયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત અશોક ડાંગરે કોંગ્રેસ પક્ષની છબી ખરડાઈ તે પ્રકારે પાર્ટી વિરુદ્ધ વર્તમાન પત્રોમાં નિવેદન આપવાનો આક્ષેપ પણ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહઝાલા અને રમેશભાઈ તલાટીયા પર લગાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નેતા ગજુભા ઝાલા અને રમેશભાઈ તલાટીયાએ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગી નેતાઓ દ્વારા યોજાયેલા હસાયરાના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, હાર બાદ પ્રજાના પ્રશ્નો જેવા કે, ગંદકી, ઉભરાતી ગટરો, ડોહોળું પાણી, ખરાબ રસ્તા જેવી વ્યાપક ફરિયાદો પર ધ્યાન આપવું જોઈએ નહીં કે હસાયરા કે જમણવાર કરવા જોઈએ.
Narmada / કેવડીયામાં રાષ્ટ્રીય ડી જી કોન્ફરન્સનો આરંભ: PM મોદી 6ઠ્ઠીએ આપશે હાજરી
આ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના હસાયરાથી પાર્ટીના સિનિયર નેતાઓ નારાજ થયા છે અને કાર્યક્રમથી અળગા રહ્યાં છે. ચૂંટણી વખતે 450 કાર્યકર-આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી. જોકે આ કાર્યક્રમમાં 450 જેટલા લોકો પણ ઉપસ્થિત રહ્યાં નહોતા, સિનિયર નેતાઓ ખફા હોવાથી હસાયરાનો કાર્યક્રમ ફ્લોપ શો રહ્યો.
સુરત / શહેરમાં વધી રહ્યા છે ઓનલાઇન ફ્રોડ, એક દિવસમાં 25 વ્યક્તિઓ સાથે ઓનલાઇન ચીટિંગ
Court / OTT પ્લેટફોર્મ પર આ પ્રકારના કન્ટેન્ટ પર લાગશે પ્રતિબંધ, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
જ્યારે તેની સામે સસ્પેન્ડની કાર્યવાહી થતા પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ (ગજુભા) ઝાલાએ કહ્યું કે, વર્તમાન પત્રોમાં આપેલા નિવેદનો સાચી વાત હતી, હજારો કાર્યકરોની દિલની વાત હતી. સાચી વાત કહેવાની સજા મળી છે. ચૂંટણીમાં કામગીરી ન કરી હોવાના આક્ષેપ પર ગજુભાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં સતત સક્રિય રહ્યો છું. ચૂંટણી વખતે વોર્ડ નં.14માં કોઠારીયા કોલોનીના બે મતદાન બુથની જવાબદારી મેં સંભાળી હતી. કોંગ્રેસના દરેક કાર્યક્રમોમાં હાજરી આપી છે. સસ્પેન્ડની કાર્યવાહી સામે પ્રદેશમાં અપીલ કરીશ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…