Rajkot News: રાજકોટમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી. ડેન્ગ્યુ(Dengue) ના લીધે બે લોકોના મોત થયા છે. 15 વર્ષીય સગીર અને 24 વર્ષીય યુવતીનું મોત થયું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 24 કેસ નોંધાયા છે. શહેરમાં ચિકનગુનિયા અને ટાઇફોઇડના ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત મેલેરિયાના બે અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. શહેરમાં તાવના 673થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ મનપાનું તંત્ર રોગચાળો કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું છે. રોગચાળો વધતાં ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. 350 ટીમ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી છે.
આ ઉપરાંત તાવના 673થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ઝાડાઉલ્ટીના 166 કેસ, શરદીઉધરસના 1000થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર રોગચાળો કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. 350 ટીમ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી છે.
રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. આ દરમિયાન વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે. સામાન્ય તાવના 631 ઉપરાંત કેસ નોંધાયા છે.
મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. તેમજ મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે, તે સિવાય મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાના પગલામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ
આ પણ વાંચો: રાજકોટમાં વકરતો રોગચાળો, શરદી ઉધરસના હજારથી વધુ કેસ
આ પણ વાંચો: રાજકોટમાં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર, ગઈકાલે એક શિક્ષકાનું તાવના કારણે થયું હતું મોત