Morbi News: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં અંદર બનાવેલ કોઝવે ઓળંગવા દરમિયાન તળાવમાં પગ લપસી જતાં બેના મોત થયા છે. મૃત્યુ પામનારા બને ણા કોઝવે ઓળંગીને સામે કાઠે રીક્ષા લેવા જતા હતા. તે દરમ્યાન કોઝવે ઓળંગતી વખતે પગ લપસતા પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા તથા પ્રેમજીભાઈ ભગવાનજી સનાળીયાનામના વ્યક્તિ પાણીમાં ડૂબી ગઇ હતી. જે અંગેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરતા બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.
રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામાકાંઠે પડેલી રીક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તળાવમાં ગરક થયા હતા. ઘટનાની જાણ ગામના સરપંચ મહેશભાઈ લિખિયાને થતા તાત્કાલીક ટંકારા પોલીસ અને ડિઝાસ્ટરને જાણ કરી મોરબી ફાયર બ્રિગેડને બોલાવતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ શરૂ કરી
પ્રથમ પ્રવિણભાઈ નરસીભાઈ સાણંદિયા (ઉ.વ. 45)ની લાશ મળી આવી હતી અને બાદમાં પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: દાયકાઓ બાદ ફરીથી મોરબીમાં મચ્છુ નદીના પાણી પ્રવેશ્ય
આ પણ વાંચો: મોરબીમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
આ પણ વાંચો: મોરબીની મચ્છુ નદીમાં સાત લોકો ડૂબ્યા, ત્રણના મોત