વારાણસી,
વિશ્વભરમાં રામનગરની રામલીલા ખુબ પ્રસિદ્ધ છે. આ વર્ષે થનારી રામલીલા વધારે ખાસ હશે કારણ કે દુનિયાના વિવિધ દેશમાંથી ૨૦૦ વિદેશી લોકો જોવા માટે આવી રહ્યા છે.
વિદેશી મહેમાનો માટે આ વખતે રામનગરમાં આધુનિક સુવિધાની વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે. વિદેશી મહેમાનો માટે સ્વિસ કોટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેઓ રામનગર જીલ્લાનો અદ્ભુત કિલ્લો પણ નિહાળશે અને તેની ઐતિહાસિકતા વિશે પણ રૂબરૂ થશે.
આ શહેરમાં ફાઈવ સ્ટાર હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૦૦ વિદેશી મહેમાનો સૈલાની દુર્ગા મંદિરની નજીક બગીચામાં બનવવામાં આવેલા સ્પેશ્યલ કોટેજમાં રહેશે. એટલું જ નહી પરંતુ વારાણસીમાં ગંગા કિનારે વિશેષ આરતી પણ જોશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જર્મની, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સહિત બીજા ઘણા દેશોમાંથી વિદેશી રામનગરની પ્રખ્યાત રામલીલા જોવા માટે આવાના છે.
હાલ રામબાગના બગીચામાં વિદેશી મહેમાનો માટે આધુનિક ૧૫૦ કોટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ આધુનિક કોટેજને તૈયાર કરવા માટે રાજસ્થાન, બિહાર અને નેપાળમાંથી બોલાવવામાં આવેલા કુલ ૧૨૦ કર્મચારી રાત-દિવસ કામ કરી રહ્યા છે.