Morbi News : બાંધકામની મંજુરી માટે 50 હજાર રૂપિયાની લાંચ લેતા મોરબીના ઘુટુ ગામના સરપંચના પતિ અને તલાટી કમ મંત્રીની એસીબીએ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ ફરિયાદીને મોરબી તાલુકાના ઘુટુ મામમાં બિનખેતી થયેલા આશરે 4 વિઘાના પ્લોટ પર લાકડાની પ્લોટ બનાવવાનું યુનિટ ઉભુ કરવું હતું.
આ જગ્યા પર બાંધકામ માટે ઘુટુ ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા ગયા હતા. જ્યાં તલાટી કમ મંત્રી હિમલ એસ.ચંદ્રોલા અને ઘુટુ ગામના સરપંચના પતિ દેવજી એચ.પરેચાએ બાંધકામની મંજુરી પેટે રૂ,50,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. જેમાંલાંચની રકમ સ્વીકારતા ઉપરોક્ત બન્ને આરોપી ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહી મોરબી એસીબીના પીઆી એમ.એમ.લાલીવાલા અને તેમની ટીમે બજાવી હતી.
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો