ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે .તેમાં પ્રાણીઓ પણ બાકાત નથી.હૈદરાબાદના ઝૂ માં સિંહોમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા જે અતિ ચિંતાજનક બાબત હતી હાલમાં જ ઇટાવા સફારીમાં બે સિંહણ ગૈારી અને જેનિફરને કોરોના સંક્રમિત છે. તે બન્નેને આઇસોલેટ કરી દેવામાં આવી છે સફારીના તંત્રના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. સફારીના ડોકટરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઇટાવા સફારીમા સિંહણ જેનીફર અને ગૈારી ઘણા દિવસોથી બિમાર હતા. આ ઉપરાંત આઠ સિંહ અને સિંહણના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે આ સેમ્પલને.અખિલ ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સટીટયૂટમાં મોકલવામાં આવ્યા તેમાં બે સિંહણોને કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.આ અંગેની જાણકારી સફાકીના ડાયરેકટરે અક પ્રેસનોટમાં આપી હતી,30 એપ્રિલના દિવસે સિંહણ ગૈારી અને જેનિફરનેતાવ આવ્યો હતો.તેમના સેમ્પલ ત્રણ મે ના રોજ બરેલી મોકલવામાં આવ્યા હતાં.તેમના સેમ્પલોના તપાસ થતાં બન્ને સિંહણો કોરોના સંક્રમિત થઇ છે.તે બન્નેને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે.તેમની હાલત સ્થિર છે.