અમદાવાદમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. ગયા વર્ષે જે પરિસ્થિતિ અમદાવાદમાં કોરોના વાયરસના લીધે સર્જાઈ હતી તેવી જ પરિસ્થતિ પાછી અમદાવાદમાં સર્જાવા જઈ રહી છે. રોજના અનેક નવા કેસો સામે આવી રહ્યા છે જેને લઈને પ્રશાશનની ચિંતાઓ સતત વધતી જઈ રહી છે.
તાજેતરની જો વાત કરીએ અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે મહત્વની વ્યક્તિઓને કોરોના થયું હતું. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દવે અને એડિશનલ મેજિસ્ટ્રેટ રાધનપુર વાળાને કોરોના પોજીટીવ આવતા કોર્ટ પરીક્ષણમાં ભારે ખળભળાટ મચી ગયું છે.
બંને મેજીસ્ટ્રેટને કોરોનાએ ઝાપટમાં લેતા કોર્ટની કાર્યવાહી ઉપર ભારે અસર પહોંચી છે. એટલુંજ નહિ બંને મહાનુભાવોની છબી વકીલ આલમમાં ખુબજ સારી માનવામાં આવે છે. મેટ્રો કોર્ટના વકીલો બંને મેજિસ્ટ્રેટથી ખુબજ પ્રેરિત છે અને તેમના માટે ખુબજ લાગણી પણ વકીલો રાખે છે અને બંને મહાનુભાવોની કોરોના પોજીટીવના સમાચાર સાંભળીને મેટ્રો કોર્ટના વકીલોને ભારે દુઃખ થયું હતું.