Valsad News : વલસાડમાં કાયદો અને પોલીસનો ડર જ ન હોય તેમ જાહેરમાં બે શખ્સે એક યુવકને ગડદાપાટુ અને ઝાપટનો માર મારીને અધમુઓ કરી નાંખ્યો હતો. આ બનાવ વલસાડના તિથલ રોડ પર કોલેજ કેમ્પસની બહાર બન્યો હતો. જેમાં છોકરી સાથે વાત કરવાના મુદ્દે બે યુવકોએ એક બાઇક સવાર યુવકને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
જેમાં બે શખસે એક યુવક પર ઝાપટ અને ગડદાપાટુનો માર માર્યો હતો અને લાફાવાળી કરીને ઝાપટનો વરસાદ કર્યો હતો. યુવકને 37થી વધારે લાફા અને ગડદાપાટુનો માર માર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અંગત અદાવતમાં બે યુવકો ઉશ્કેરાયેલી હાલતમાં હતા. બાઇકચાલકે શાંતિપૂર્વક વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા યુવકોએ તેને જાહેર રસ્તા પર જ માર મારવાનું શરૂ કરી દીધું.
આ ઘટનાને કારણે તિથલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને ફિલ્મી દૃશ્યો જેવા માહોલનું નિર્માણ થયું હતું.મારામારીની આ ઘટના એટલી ગંભીર હતી કે મામલો સીધો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જાહેર રસ્તા પર બે યુવકોએ એક નિર્દોષ બાઇકસવારને માર માર્યો હતો. મારામારીને કારણે તિથલ રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. લોકોને લાગ્યું કે એક જૂથ બીજાને માર મારી રહ્યું છે, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ.
વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાતા રોડ પર ફિલ્મી દૃશ્યો જેવા સર્જાયા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો કેટલાક લોકોને પોતાના ફોનમાં કેદ કર્યો હતો, જે બાદમાં વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ ગયો. વાઈરલ વીડિયોમાં જાહેરમાં મારામારીની ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હાલ, સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા મારામારી કરનાર યુવકોની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે અને ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ
આ પણ વાંચો: જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો: દેવ સોલ્ટ ગ્રુપ ના જામનગર સહિત એક ડઝન થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગ નું સર્ચ ઓપરેશન