- જુનાગઢ:મેંદરડામાં રૂ. 80 લાખની ચોરી
- દાગીના અને રોકડ રકમની ચોરી
- મેંદરડાના રાજેસર ગામની ઘટના
- કોઈ જાણભેદુ હોવાની શંકા
@અમાર બખાઇ
જુનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવીને બંદૂકની અણીએ 80 લાખના સોના ચાંદીના દાગીના સહિત રોકડની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢના મેંદરડામાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં રાજેસરા ગામમાં રહેતા એક સોની વેપારી પોતાના ઘરે રાત્રિના સમયે હાજર હતા તે દરમિયાન બે શખ્સો આવી અને બંદૂકની અણીએ સોની વેપારી જીતેન્દ્રભાઈ લોઢીયાને બંધક બનાવી દેવામાં આવ્યો હતો અને બાદમાં તિજોરીમાં રહેલ 21 કિલો ચાંદી 9 લાખ રોકડ અને 8 સોનાના બિસ્કીટ મળી કુલ 80 લાખના મુદ્દામાલની લૂંટ કરી અને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.લૂંટ કરનાર દિપક અને એક અજાણીયો શખ્સ હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાના પગલે પોલીસને જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ મેંદરડા પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓને ઝડપી લેવા અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે જેને લઇ પોલીસની ડોગ સ્કોડ એફએસએલ ની ટીમોની પણ મદદ લેવામાં આવી છે ડીવાયએસપી એ એસ પટણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને જિલ્લામાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા
આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી
આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો