જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો વધુ એક સફળતા મળી છે. શોપિયા જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા છે. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી હતી.
ઉલ્લખનિય છે કે, અગાઉ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી એક AK 47 રાઈફલ, એક મેગેઝિન અને 24 રાઉન્ડ એકે દારૂગોળો મળી આવ્યા હતા. એટલુ જ નહીં, બે દિવસ પહેલા જ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી.
શનિવારે પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામા અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે એક સૂચનાના આધારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રહેમુ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો.આમ સુરક્ષાદળો એક- એક આંતકીઓને પકડીને ખાતમો કરી રહ્યા છે.
આ પણ વાંચો: શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ‘દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે’
આ પણ વાંચો:પાંચમા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ, CM યોગી પ્રયાગરાજ અને પ્રિયંકા ગાંધીની અમેઠીમાં સભા