Gujarat News: રાજ્યમાં અકસ્માતથી બે જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડના મોત થયાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીજી બાજુ બે એસ.ટી. બસોની વચ્ચે આવી જતાં બ્રિજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતકોના પરિવારમાં શોક છવાયો છે.
અમદાવાદ શહેરમાં ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડના મોત થયાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ન્યૂ નારોલની નીલકંઠ સોસાયટીમાં રાત્રિના સમયે કારચાલકે કાબૂ ગુમાવતા આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે