અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે અકસ્માત
બેકાબૂ જીપે બાઇકને લીધુ અડફેટે
બાઇક પર સવાર 2ના ઘટનાસ્થળે મોત
ઝવેરી સર્કલથી SP રીંગ રોડ માર્ગ પર અકસ્માત
અકસ્માત બાદ જીપમાં સવાર લોકો ફરાર
રાજ્યમાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, વાહનચાલકો ટ્રાફિક નિયમોને નેવે મુકીને પુરઝડપે વાહન હંકારતા હોય છે જેના લીધે અકસ્માત સર્જાતા હોય છે. અમદાવાદના કર્ણાવતી કલબ પાસે એક ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એઅસજી હાઇવે પાસે કર્ણાવતી કલબ પાસે એક પુરઝડપે આવતી જીપે બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ અક્સમાત થતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. ગમખ્વાર અકસ્માત કરીને જીપ ચાલકો ફરાર થઇ ગયા છે.