Ahmedabad News : અમદાવાદના કાલપુર મેટ્રો સ્ટેશન નજીકથી ચરસનો જથ્થો લઈને જઈ રહેલા શખ્સોની ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં દાણીલીમડામાં રહેતા રઈશ રઉફ કુરેશી અને ગોમતીપુરમાં રહેતા મોહમ્મદ વસીમ ઈબરાર હુસેન કીદવઈની ધરપકડ કરી હતી. બન્ને મુળ ઉત્તરપ્રદેશના રેહવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તેમની પાસેથી પોલીસે રૂ.1,70,000 ની કિંમતનો 1,138 કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.તે સિવાય બે મોબાઈલ ફોન અને એક ટુ વ્હિલર મળીને કુલ રૂ. 2,33,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કચ્છમાં ભારે વરસાદ પછી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઋષિકેશ પટેલ-પ્રફુલ પાનશેરિયા
આ પણ વાંચો:કચ્છના કાસેઝના ગોદામમાંથી ત્રણ લાખથી વધુ રકમની સોપારીની ચોરી
આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત: આરોગ્યમંત્રી