કેરળમાં બે રાજકીય હત્યાથી વાતાવરણ ગરમાયું છે. 12 કલાકની અંદર બે નેતાઓની હત્યાથી અલપ્પુઝા જિલ્લામાં તંગદિલી સર્જાઈ છે અને ત્યાં હાલ કલમ 144 લાગુ કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ પણ તેની નિંદા કરી છે. રવિવારે સવારે અલપ્પુઝામાં બીજેપી નેતાની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ રંજીત શ્રીનિવાસન તરીકે થઈ છે, જે ભાજપ ઓબીસી મોરચાના સચિવ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો વહેલી સવારે તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો :શ્રીનગરમાં સુરક્ષાકર્મીઓને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકીનો કર્યો ઠાર
આ પહેલા શનિવારે રાત્રે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના નેતા કેએસ શાનની હત્યા કરવામાં આવી હતી. પાર્ટીએ આ હત્યા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું હતું. SDPI નેતા કેએસ શાનનો બદલો લેવા માટે બીજેપી નેતાની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
કલમ 144 લાગુ
12 કલાકની અંદર બે નેતાઓની હત્યા કર્યા બાદ કલેક્ટરે અલપ્પુઝામાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરી દીધી છે. તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અલપ્પુઝામાં બંને નેતાઓની હત્યાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓ ન થવી જોઈએ.
કેરળમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના સેક્રેટરી કેએસ શાન પર હુમલા બાદ તેમને અલપ્પુઝાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમને કોચી રિફર કરવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું. કેએસ શાન પર અજાણી ગેંગના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ તેનું મૃત્યુ થયું હતું. બીજી તરફ SDPI નેતાની હત્યા બાદ પાર્ટી અધ્યક્ષ એમકે ફૈઝીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આ મામલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો :વિશ્વમાં ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ભારતમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં Active કેસ
કેએસ શાન જ્યારે બાઇક પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. આ દરમિયાન એક કારે તેમને ટક્કર મારી હતી. આ પછી કેએસ શાન રસ્તા પર પડી ગયો. ત્યારબાદ કારમાં સવાર બદમાશોએ તેમની હત્યા કરી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા બાદ કેટલાક લોકો તેને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયા જ્યાં થોડા કલાકોની સારવાર બાદ તેનું મોત થઈ ગયું. તેના શરીર પર 40 થી વધુ ઈજાના નિશાન હતા. આ ઘટના બાદ રવિવારે સવારે બીજેપી સાથે જોડાયેલા એક નેતાની હત્યા કરવામાં આવી હતી.
આ બંને ઘટનાઓએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સીએમએ પણ આ બાબતની નોંધ લીધી છે.
આ પણ વાંચો :સમગ્ર વિશ્વમાં લોકડાઉન Return, અમેરિકામાં Omicron નાં રાતો-રાત ડબલ થયા કેસ
આ પણ વાંચો :લખીમપુર ખીરી કેસમાં આરોપી આશિષ મિશ્રાએ જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરી,સુનાવણી સોમવારે
આ પણ વાંચો :કર્ણાટકમાં શિવાજી મહારાજની પ્રતિમા તોડ્યા બાદ સ્વાતંત્ર્ય સેનાની રાયન્નાની મૂર્તિની તોડફોડ કરવામાં આવી