અમદાવાદ/ સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહ બુકિંગના નામે ઠગાઈ,25 લાખની ઠગાઈ કરનાર બે વિદ્યાર્થી ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીથી આ આરોપીની ધરપકડ કરી છે.આ વેબસાઈટ પર ઓપરેટ કરનાર પોતે સોમનાથના અતિથિ ગૃહમાંથી બોલતા હોવાનું  જણાવતો હતો.

Gujarat Others
સોમનાથ

અમદાવાદ સાયબર ક્રાઈમે સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગ્રહોના નામની ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરના બે આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીથી આ આરોપીની ધરપકડ કરી છે.આ વેબસાઈટ પર ઓપરેટ કરનાર પોતે સોમનાથના અતિથિ ગૃહમાંથી બોલતા હોવાનું  જણાવતો હતો. જેથી લોકો વિશ્વાસ કરીને બેંકમાં ગેટવે પેમેન્ટ મારફતે પેમેન્ટ કરતા હતા.પેમેન્ટ આપ્યા બાદ લોકોને રૂમ મળતા નહોતા ,આ કરીને કુલ 203 વ્યક્તિ સાથે 24 લાખથી વધુ રુપિયા પડાવ્યા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમે સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગ્રહોના નામની ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકિંગના નામે યાત્રિકો પાસેથી પૈસા પડવાનર 2 આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડયા છે.બંને આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરે છે.203 અલગ અલગ લોકો પાસેથી બુકિંગન નામે 24,96,218 રૂપિયા પડાવ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ત્રણ અતિથિ ગૃહ લીલાવતી,શ્રી મહેશ્વરી,શ્રી સાગર દર્શન નામના અતિથિગૃહની ફેક વેબસાઈટ બનાવી હતી.જ્યારે કોઈ વ્યક્તિ ગૂગલ પર સોમનાથના અતિથિ ગૃહ સર્ચ કરે તો ખોટી વેબસાઇટ ખુલતી હતી.આ વેબસાઈટ પર ઓપરેટ કરનાર પોતે સોમનાથના અતિથિ ગૃહમાંથી બોલતા હોવાનું લોકોને જણાવતો હતો. જેથી લોકો વિશ્વાસ કરીને બેંકમાં ગેટવે પેમેન્ટ મારફતે પેમેન્ટ કરતા હતા.પેમેન્ટ આપ્યા બાદ લોકોને રૂમ મળતા નહોતા એટલે કે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

કુલ 203 લોકો સાથે 24,96,218 રૂપિયાની છેતરપિંડી થઈ હતી જે મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી જેમાં ટેક્નિકલ એનાલિસિસ કરતા વેબસાઈટ દિલ્હીથી ચલાવવામાં આવતી હોવાનું જાણ થતાં એક ટીમ દિલ્હી પહોંચી હતી અને વેબસાઈટ ચલાવતા વિનય પ્રજાપતિ અને અમર પ્રજાપતિ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:તોડવામાં આવી રહ્યો છે બ્રિટિશ કાળનો કર્નાક પુલ, 27 કલાક માટે બંધ રહેશે સેન્ટ્રલ

આ પણ વાંચો: ટ્રમ્પની ટ્વિટર વાપસી: મસ્કએ લોકો પાસે માંગ્યો અભિપ્રાય, તમે પણ અહીં

આ પણ વાંચો:મોદી જેવો નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશેઃ હિમન્ત