Dahod News: દાહોદના ધાનપુરમાં બે કિશોરના ડૂબવાથી મોત થયા છે. ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે કિશોર ડૂબ્યા છે. ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે કિશોર ડૂબી ગયા હતા. તેઓ ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. ન્હાવા દરમિયાન ડૂબી જવાથી તેમના મોત થયા હતા.
અંદરપુરા ગામેથી ઉધાલ મહુડા તળાવ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા ઇન્દ્રજીત અભેસિંગ બારીયા તેમજ હાર્દિક વિજય બારીયા એમ બંને તરુણ તળાવમાં ન્હાવાનું કહીને ગયા હતા. બંને તરૂણ પરત ન આવતા તપાસ હાથ ધરતા તળાવના પાણીમાં ગરકાવ થયાનું બહાર આવ્યું હતુ. બંને તરૂણના કુટુંબને જાણ કરવામાં આવતા તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
એક જ ગામના બે કિશોરના મોતથી ગમગીની છવાઈ ગઈ છે. ધાનપુર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી છે. બંને તરૂમની લાશને તળાવમાંથી બહાર કાઢીને પીએમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર