@પરેશ પરમાર, અમરેલી
ગુજરાતમાં રોડ અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વાર નવાર જાહેર માર્ગો ઉપર અકસ્માતના બનાવ બનતા રહે છે. અને અનેક નિર્દોષ લોકો તેનો ભોગ પણ બને છે. હાલમાં સુરતા રહેતા પરિવારનો અમરેલી ખાતે અકસ્માત નડ્યો છે જેમાં બે મહિલાના કરુણ મોત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં રહેતા ધામેલીયા પરિવાર પોતાના વતન ઇનોવા કાર લઈને સિમરણ માતાજીના દર્શને ગયો હતો. અને દર્શન કરી પરત ફરતી વખતે અમરેલી શેત્રુંજી નદીના પુલ પાસે આ ઇનોવા કારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ઇનોવા કારમાં સાત વ્યક્તિઓ બેઠેલા હતા જેમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તો અમરેલી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખુશી ખુશી થી ધામેલીયા પરિવારના સભ્યો માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા તેવા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાતા આ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Rajkot / વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ, શું વાલી બાળકોને મોકલશે શાળ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…