Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરી ભાગેલા ગુનેગારોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.પકડાયેલા આરોપીઓ અસંખ્ય ગુનામાં સંડોવાયેલા છે.એમાંથી એક આરોપીના ભાઈની હત્યા થઈ ગઈ હતી તેનો બદલો લેવા માટે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ઘાતક હથિયારો ફરતો હતો.હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
સુરતમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધતી હોય અને પોલીસનો કોઈ ખોફના હોય તે પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા લિંબાયત વિસ્તારના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરી નાસી જનાર આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
આ આરોપી જાહેરમાં ફરતા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં આરોપીઓ પોતાની દાદાગીરી કરતા નજરે પડ્યા હતા .સમગ્ર મામલે પોલીસે ટોઅસ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પિસ્તોલ જીવતો કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ગેર કાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આર.ડી. ફાટક રેલવે પટરી પાસે ઊભા છે.
આ બાતમી ના આધારે ડીંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતી કારતૂસ અને બે છરા મળી આવ્યા હતા. આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે -૨૦૧૯ માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાંખ્યું હતું તેનો બદલો લેવા માટે દોઢેક મહિના પહેલા શીરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા 35,000 માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે -2019માં ગુજસીટોક ના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વી.આર. મોલ પાસે પવન નામના યુવાન નું મર્ડર કરેલ હતું, 2017 માં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કર્યું હતું. જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના ૨૫ થી વધારે ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ભૂતકાળમાં બે ખૂન, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ, તથા મારામારી સહિતના 10 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે.
જોકે આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યા ના આરોપીને હત્યા કરવા માટે આ ઘાતક હથિયારો લઇ ફરતા હોવાની કબુલાત સાથે વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરવાના વાયરલ થયા હતા જેને પોલીસ આઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો