યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે ઉત્તર કોરિયા અને તેના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમોને લઈને બે રશિયન બેંકો પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ઉત્તર કોરિયાએ મંગળવારે ત્રણ નવી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ આ પ્રતિબંધો લગાવ્યા છે. ત્રણેય મિસાઈલોમાં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પણ સામેલ છે.
પ્રતિબંધોની જાહેરાત કરતા યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે શુક્રવારે યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફાર ઈસ્ટર્ન અને સ્પુટનિક નામની બે રશિયન બેંકોનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે રશિયાએ ઉત્તર કોરિયાના પક્ષમાં વીટો પાવરનો ઉપયોગ કર્યાના કારણે અમેરિકાનું આ પગલું લેવામાં આવ્યું છે.
ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણ બાદ અમેરિકાએ તેની સામે નવા પ્રતિબંધો લાદવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવનો ચીન અને રશિયાએ વીટોનો ઉપયોગ કરીને વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:માતૃભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી, આ 8 વર્ષમાં નથી નમવા દીધું માથું: PM મોદી