Sports/ U-19 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન, શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 9 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતે 102 રનના ટાર્ગેટનો પીછો કરતા 21.3 ઓવરમાં 1 વિકેટના નુકસાને જીત મેળવી લીધી હતી.

Sports
નુમરઓલોગી 4 U-19 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન, શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું
  • U-19 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન
  • ફાઈનલમાં શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું
  • શ્રીલંકાએ બનાવ્યા હતા 106 રન
  • ભારતે માત્ર એક વિકેટ ગુમાવી જીત મેળવી

ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 9 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતે 102 રનના ટાર્ગેટનો પીછો કરતા 21.3 ઓવરમાં 1 વિકેટના નુકસાને જીત મેળવી લીધી હતી. ભારત તરફથી અંગક્રિશ રઘુવંશીએ 56 રન બનાવ્યા અને અણનમ રહ્યો. તેના સિવાય શકીલ રાશિદે 31 રન બનાવ્યા હતા. ભારતે 8મી વખત અંડર-19 એશિયા કપ જીત્યો છે. ભારતે ગુરુવારે બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 38 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને જીતવા માટે 102 રનનો સુધારેલ લક્ષ્ય મળ્યો હતો. શ્રીલંકાના દાવની 33 ઓવર દરમિયાન ભારે વરસાદને કારણે રમત રોકવી પડી હતી. આ સમયે શ્રીલંકાનો સ્કોર સાત વિકેટે 74 રન હતો. જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે તેને ઘટાડીને 38-38 ઓવર કરવામાં આવી હતી. શ્રીલંકાએ બાકીની ઓવરમાં વધુ બે વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા.

શ્રીલંકા તરફથી યાસિરુ રોડ્રિગ્ઝે સૌથી વધુ 19 રન બનાવ્યા હતા. તેમના સિવાય રવીન ડી સિલ્વાએ 15 અને સદિશા રાજપક્ષે-મથિસા પાથિરાનાએ 14-14 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી વિકી ઓસ્તવાલે 11 રનમાં 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય કૌશલે 23 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય રવિ કુમા, રાજ બાવા અને રાજવર્ધનને એક-એક સફળતા મળી.

Covid-19 / ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, જવાબદાર કોણ ?

Life Management / ગુરુએ શિષ્યને એક ખાસ અરીસો આપ્યો, જ્યારે શિષ્યએ ગુરુને તેમાં જોયા તો તે ચોંકી ગયો…

આસ્થા / કૌરવોના મામા શકુનીનું મંદિર ભારતમાં અહીં છે, લોકો અહીં કેમ આવે છે?

Temple / આ ગામમાં છે ચુડેલ દેવીનું મંદિર, અહીં ભેટ ચઢાવ્યા વિના આગળ જવું અશુભ માનવામાં આવે છે