Not Set/ ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષનાં તમામ નાગરિકોને લાગશે નિઃશુલ્ક વેક્સિન

મહારાષ્ટ્રમાં, 18 થી 44 વર્ષની વચ્ચેનાં તમામ નાગરિકોને નિ:શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Top Stories India
123 175 ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષનાં તમામ નાગરિકોને લાગશે નિઃશુલ્ક વેક્સિન

મહારાષ્ટ્રમાં, 18 થી 44 વર્ષની વચ્ચેનાં તમામ નાગરિકોને નિ:શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, આ રસી 1 મે થી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને આપવામાં આવશે. આજથી રસી માટે નોંધણી પ્રક્રિયા પણ શરૂ થશે.

કોરોના 2.0 / રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

આપને જણાવી દઈએ કે, દેશનાં સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 66 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 895 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યનાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા એક દિવસમાં રાજ્યમાં, 66,358 ચેપગ્રસ્ત લોકો મળી આવ્યા છે અને 895 લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે તે જ સમયે 67,752 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં હવે નવા કેસો સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 44,10,085 પર પહોંચી ગઈ છે. સરકારે જણાવ્યું હતું કે, 42 લાખથી વધુ લોકો હોમ ક્વોરેન્ટીન છે અને હાલમાં લગભગ 30 હજાર લોકો સંસ્થાકીય ક્વોરેન્ટીન છે. આ સિવાય રાજ્યમાં 6,72,434 સક્રિય કેસ છે.

વિશ્વભરમાંથી મળી રહી છે મદદ / ભારતની મદદ માટે આગળ આવ્યું સિંગાપોર, 256 ઓક્સિજન સિલિન્ડર લઈને રવાના થયા એરફોર્સ સી -130 વિમાન

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,60,960 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 3293 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે અને અત્યાર સુધી 2,01,187 લોકો આ જીવલેણ વાયરસનો શિકાર બન્યા છે. હાલમાં ભારતમાં કોરોનાનાં 29,78,709 સક્રિય દર્દીઓ છે અને સારવાર બાદ 1,48,17,371 દર્દીઓ ઠીક થયા છે.

Untitled 45 ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષનાં તમામ નાગરિકોને લાગશે નિઃશુલ્ક વેક્સિન