ચીનથી એલિયન સ્પેસક્રાફ્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી, એલિયન સ્પેસક્રાફ્ટ એટલે કે યુએફઓ દેખાયા હોવાની ઘણી ઘટનાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, આ એલિયન સ્પેસક્રાફ્ટને ટ્રેક કરવા માટે, ચીની આર્મીએ નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે.
ભાવ વધારો / મોંઘવારી સહન કરવાની કરો તૈયારી, 103 રૂપિયા લિટર સુધી પહોંચ્યુ પેટ્રોલ
ચીની સેના દ્વારા બનાવવામાં આવેલી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમની મદદથી, આ એલિયન સ્પેસક્રાફ્ટની હિલચાલ પર હંમેશાં નજર રાખવામાં આવી શકે છે. પરંતુ ચીની સેનાએ એમ પણ કહ્યું છે કે તે જરૂરી થી આ કોઇ એલિન સ્પેસક્રાફ્ટ હોય, પરંતુ આવી સ્થિતિમાં તેને સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેક કરવુ જરૂરી છે. આવી સ્થિતિમાં, ચીની સૈન્યએ આવી ઘટનાઓને અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્ઝેક્ટ (UFO) ની જગ્યાએ અનઆઇડેન્ટીફાઇડ એયર કન્ડિશન (UAC) નામ આપ્યું છે. આ તે જ છે જે યુએસ સૈન્ય તેને અનઆઇડેન્ટીફાઇડ એરિયલ ફિનોમેના (UAP) કહે છે.
રાજકારણ / ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની યોજાઈ ખાનગી બેઠક, અનેક તર્કવિતર્ક સર્જાયા
જો કે, સમગ્ર વિશ્વની સેનાઓ કોઇ પણ નામ આપે, લોકો સામાન્ય રીતે તેને યુએફઓ અથવા એલિયન સ્પેસક્રાફ્ટનાં નામથી જ ઓળખે છે. તેના વિશે સાંભળીને હંમેશા લોકોમાં ઉત્સુકતા રહે છે. આ અંગે વુહાન સ્થિત એરફોર્સ સ્થિત એરફોર્સ અર્લી વોર્નિંગ એકેડમીનાં સંશોધનકાર ચેન લીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશભરનાં સૈન્ય અને સામાન્ય લોકોએ આવા અજાણ્યા યાનો અને આકૃતિઓ આકાશમાં ઉડતી જોઇ છે જે આ પહેલાં ક્યારેય જોવા મળી નહોતી.
ગેરકાયદેસર દારૂ સિન્ડિકેટ / અલીગઢમાં લિકર કાંડનાં મુખ્ય આરોપી અને ભાજપ નેતાની પોલીસે કરી ધરપકડ
આ વિશે વધુમાં કહેવામાં આવ્યું કે, ચીન ઉપર એલિયન સ્પેસક્રાફ્ટ દેખાતા હોવાની સંખ્યા ઝડપથી વધી છે. જેના કારણે દેશની હવાઈ સુરક્ષા જોખમમાં છે. ચીને 2019 માં બેઇજિંગમાં આયોજિત સીનિયર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાયન્ટિસ્ટ કોન્ફરન્સમાં લોકોને આ વાત પણ જણાવી હતી. વળી ચાઇનીઝ આર્મીનાં એટલે કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નાં વૈજ્ઞાનિકોએ આ એલિયન સ્પેસક્રાફ્ટ ટ્રેક કરવા માટે AI આધારિત ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. સંશોધનકર્તા ચેન લીએ કહ્યું કે, AI નો ઉપયોગ અમને એક અલગ પ્રકારનો ડેટા આપશે, જે સચોટ હશે. કારણ કે તે દેશભરમાંથી આવતા સમાચારોનો ડેટા સાથે રાખશે. તેમને કનેક્ટ કરશે. સમય અને સ્થાનની વિગતો રાખશે. આ ફોટા અને વીડિયોનું સંચાલન કરશે.
વધુ એક નવું સંકટ / ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, જાણો કેટલો છે ખતરનાક
જેથી જાણી શકાય કે આ હવાઈ ઘટના કોઈ દુશ્મન દેશનું કાવતરું તો નથી. આવી સ્થિતિમાં, ટ્રેકિંગ ડિવાઇસ દ્વારા બધી સત્યતા બહાર આવશે. કોઇ અજાણ પાયલોટની ઉડાન અથવા કુદરતી રીતે બનતી ઘટના તો નથી તે પણ જાણી શકાશે. સંશોધનકાર ચેન લીનાં જણાવ્યા મુજબ, ચીનનાં PLA પાસે આવા યુએફઓને ટ્રેક કરવા માટે થ્રી-ટાયરની રિપોર્ટિંગ સિસ્ટમ છે. આવી સ્થિતિમાં, પ્રથમ લશ્કરી રડાર સ્ટેશન, એરફોર્સ પાયલોટ, પોલીસ સ્ટેશન અને વેધર સ્ટેશન છે. બીજા સ્તરે, ચીની આર્મીની પ્રાદેશિક સૈન્ય કમાન્ડ પ્રાથમિક વિશ્લેષણ કરે છે.