Ahmedabad News: રાજ્યમાં વરસાદના સમયમાં પણ વીજપુરવઠો જાળવી રાખવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)એ શાનદાર કામગીરી બજાવી છે. વરસાદના સમયમાં ભારે અંધારાના લીધે વીજપુરવઠાની ખૂબ જ જરૂરત પડતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એમડી અરૂણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ યુજીવીસીએલની ટીમે દિવસરાત જોયા વગર વરસાદના લીધે બંધ થયેલી લાઇનો શરૂ કરી હતી.
યુજીવીસીએલની ટીમે જીવના જોખમે કામગીરી બજાવતા ચાલુ લાઇનમાં રિપેરિંગ કર્યુ હતુ. જીવના જોખમે વીજ કંપનીના કર્મચારીઓએ કામગીરી કરી હતી. લોકોએ તેમની કામગીરીને રીતસરની સલામ કરી હતી. યુજીવીસીએલના કર્મચારીઓની કામગીરીના લીધે અંધારપટનો ભોગ બનેલા ગામડાઓમાં વીજપ્રવાહ શરૂ થઈ ગયો હતો. આ કર્મચારીઓ ગળાડૂબ પાણી જ્યાં ચાલવું પણ મુશ્કેલ છે તેની અંદર ઉતરીને કામગીરી કરી હતી. મંતવ્ય ન્યૂઝ તો આ પ્રકારના પ્રતિબદ્ધ કર્મચારીઓને સલામ કરે જ છે, મંતવ્ય ન્યૂઝ પર આ પ્રકારના દ્રશ્યો જોઈને તમે ચોંકતા નહીં. આ કંઈ મેન વિ. વાઇલ્ડનો શો પણ નથી, પણ યુજીવીસીએલના કર્મચારીઓની કામગીરી આ શોથી કંઈ કમ નથી. તમે પણ તેની કામગીરી જુશો તો તેને સલામ કર્યા વગર નહીં રહી શકો.
આ પહેલાં વડોદરા વિસ્તારમાં આવેલ 66કેવી વિધુતનગર સબ-સ્ટેશન અને ૬૬કેવી અટલાદરા સબ-સ્ટેશન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થવાથી તેમનો વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ જેમાંથી નીકળતા બધાજ 11કેવી ફિડરો બંધ કરવામાં આવેલ. તા. 29.08.2024 ના રોજ પૂરના પાણી ઉતરતા કુલ બે દિવસમાં એટલે કે તા. 30.08.2024 ના રોજ ચાલુ કરીને અભૂતપુર્વ કામગીરી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની (MGVCL) વડોદરા શહેરની વિવિધ કચેરીઓની ટીમ દ્વારા ચાલુ વરસાદ અને કેડસમા પાણીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરેલ અને તે માટે 300 ડિપાર્ટમેન્ટલ તથા કોન્ટ્રાકટરની ટીમો ફાળવેલ હતી. તેમજ 35 ટીમો દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાથી પણ મદદ માટે બોલાવેલ. જેઓએ તા. 29.08.2024 અને 30.08.2024 એમ બે દિવસની અંદર તમામ બંધ થયેલ ફિડરો તેમજ ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો પૂર્વવત કરી દીધેલ તેમજ અન્ય છૂટા છવાયા બંધ વીજ કનેક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ હતા.
ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ, નડીઆદ, ગોધરા, દાહોદ તેમજ મહીસાગર વિસ્તારની વિવિધ વીજ કંપનીના લાઇન સ્ટાફ કર્મચારીઓએ પણ ભરાયેલ પાણીમાં કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવત કરી દીધેલ. વધુમાં તે વિસ્તાર માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીની પણ 14 ટીમો મદદ માટે બોલાવેલ. MGVCLની વડોદરા તેમજ અન્ય જિલ્લાઓમાં મળીને કુલ 992 ગામડાઓ તેમજ 455 ફિડરોનો વીજ પુરવઠો 31 ઓગસ્ટ 2024 સુધીમાં પૂર્વવત કરવામાં આવેલ છે. હાલમાં જે છૂટા છવાયા જગ્યાઓએ કામ બાકી રહેલ હશે તે પણ માહિતી મળ્યે પૂર્ણ કરવામાં આવશે. MGVCL નું “Centralized Call Centre (CCC)”નર્મદા ભવન, વડોદરા ખાતે કાર્યરત છે. જ્યાં તા. 26થી 29 ઓગસ્ટ સુધીમાં અંદાજિત એક લાખ કરતાં પણ વધુ કોલ રિસીવ થયેલ હતા જે સામાન્ય વરસાદની સિઝન કરતાં પાંચ ગણા વધારે છે.
આ પણ વાંચો: પાટણમાં સરકારી કચેરીઓ, સરકારી વસાહતોમાં અને અધિકારીઓને ત્યાં સ્માર્ટ મીટરનું કામ શરૂ
આ પણ વાંચો: બોપલ,ઘુમા,શેલા અને શીલજમાં આ વખતના ઉનાળામાં UGVCLના જબરદસ્ત ધાંધિયા
આ પણ વાંચો: વીજ ચોરીના ચેકીંગમાં આવેલી ટીમને આપી ધમકી, તો નાયબ ઈજનેરે કહ્યું….