આજે (મંગળવાર) રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 13મો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે, જ્યારે યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપવાનો દાવો કરી રહ્યું છે. ઘણા દેશોને ડર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. યુદ્ધના કારણે ઘણા દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે.બ્રિટનની સંસદમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે અમે છેલ્લ 13 દિવસથી લડી રહ્યા છે. અમે યુદ્વ ન હતા ઇચ્છતા પરતું રશિયાએ હુમલો કરી દીધો,હમે અમારા દેશની જમીન માટે લડીશું ,ઝુકીશું નહી અને હાર માનીશું નહી. પશ્વિમી દેશ કશું કરી રહ્યા નથી જેના લીધે પરિસ્થિતિ વધુ વણસી છે.હવાઇ હુમલાનો સામનો કરી રહ્યા છે અમારા બાળકો અને શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, આ હુમલામાં અમારા 50 બાળકોના મોત નિપજ્યા છે. અમે અંતિમ ક્ષણ સુધી લડીશું.
Russia-Ukraine war/ બ્રિટનની સંસદમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર કર્યા આકરા પ્રહાર,’અમે ઝૂકીશું નહીં, હારશું નહીં’
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 13મો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે, જ્યારે યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપવાનો દાવો કરી રહ્યું છે