સુંદર દેખાવા માટે લોકો કેટકેટલું કરતા હોય છે. કેટલાકને ગોરો રંગ પસંદ હોય છે તો કેટલાક ને ગુલાબી હોઠ ગમે છે, આવામાં તે મેળવવા માટે લોકો તમામ હદો વટાવી દેતા હોય છે. પરંતુ યુકેનનિયન મોડેલે જે કર્યું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે લોકોને તેનો ચહેરાને વિચિત્ર લાગે છે, ત્યારે તે તેના ચહેરાથી સંતુષ્ટ છે. તેના જૂના ફોટોગ્રાફ્સમાં મોડલને ઓળખવી મુશ્કેલ છે.
યુકેનનિયન મોડલ અનાસ્તાસિયા પોક્રેશચુકનો દાવો છે કે, તેના ગાલ ‘વિશ્વના સૌથી મોટા ગાલ’ છે. અનાસ્તાસિયા તેના ઉભરેલા ગાલ અને મોટા હોઠ માટે પ્રખ્યાત છે. તેનો દેખાવ ઘણી કોસ્મેટિક સર્જરી અને સારવારનું પરિણામ છે. તેણે ફેસ લિફ્ટિંગ અને બોટોક્સ ઈન્જેક્શન જેવી ઘણી સારવાર કરાવી છે. 32 વર્ષની અનસ્તાસિયા પોક્રેશચુકને તેનો દેખાવ બદલવામાં 6 વર્ષનો સમય લાગ્યો. તેણે પોતાનો ચહેરો બદલવા માટે 2,100 ડોલર ખર્ચ કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર, આ લુક અને સર્જરીની તસવીરો જોયા બાદ તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તેના મોટાભાગના ફોટોગ્રાફ્સમાં તેના ગુલાબી વાળ, કોન્ટેક્ટ લેન્સ અને ડ્રામેટિક મેકઅપ શામેલ છે. જો કે, તે મોડેલના જૂના ફોટા અને વીડિયોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. તેની પ્રી-સર્જરીના દિવસોની તસવીરોથી જાણવા મળે છે કે અનાસ્તાસિયાના ચહેરા પર વાળ અને ફિલર્સ નથી. જ્યારે તેનો નવો દેખાવ લોકોને વિચિત્ર લાગે છે, ત્યારે અનાસ્તાસિયા પોક્રેશચુક આ મોટા ગાલ અને મોટા હોઠથી ખુશ છે.