@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ
ઉમલ્લા પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીદારની બાતમીનાં આધારે વોચ રાખતા કુલ બોટલ 3456/- 3.45.600/-તથા XUV 500 ગાડીની કિંમત.3.00.000/- મળી ને કુલ 6.45.600/-નો મુદામાલ ઉમલ્લા પોલીસે પકડી પાડ્યો છે.
ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી અનુસાર ઉમલ્લા પોલીસ બીટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી, કે ઝઘડીયા તાલુકાનાં સંજાલી ગામની કેનાલ પાસેનાં સીમાડા વગામાં સંજાલી ગામનો બુટલેગર સંદીપ સંજય વસાવા વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાનો છે, ઉમલ્લા પોલીસ સ્ટેશનનાં મહિલા પી.એસ.આઈ વિ.આર. ઠુમ્મરે પોલીસ ટીમનાં માણસો સાથે સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં સ્થળ ઉપરથી એક મહિન્દ્રા XUV ગાડી મળી આવી હતી, જેની અંદર વિદેશી દારૂની કુલ 72 નંગ પેટી મળી હતી. જે પેટીમાં કુલ 3456 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 3,45,600 અને મહિન્દ્રા XUV ગાડી કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 6,45,600 મુદ્દામાલ સાથે બુટલેગર સંદીપ સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો.
મહિન્દ્રા XUV ગાડી અને વિદેશી દારૂનાં જથ્થા સહિત કુલ 6,45,600 નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ ઉમલ્લા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…