IPL 2021 ની 49 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે હાલમાં દુબઇમાં ચાલી રહી છે. આ મેચમાં હૈદરાબાદનાં કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનર ડેવિડ વોર્નરને ફરી એક વખત હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં આવ્યો નહતો. જોકે, જ્યારે વોર્નરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જો કે ટીમમાં નથી ત્યારે તેણે દર્શક સ્ટેન્ડમાં બેસીને પોતાની ટીમને સપોર્ટ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો – DC vs CSK / આવતી કાલે રમાનાર દિલ્હી અને ચેન્નાઇની પ્લેઇંગ ઇલેવન આ હોઈ શકે છે, જાણો પિચ રિપોર્ટ
વીડિયો ઉપરાંત વોર્નરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની તસવીરો પણ શેર કરી છે. આપને જણાવી દઈએ કે, IPL 2021 માં વોર્નરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે આ સીઝનમાં 8 મેચમાં માત્ર 107.73 નાં સ્ટ્રાઇક રેટથી 195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટ સાથે માત્ર બે અડધી સદી જ જોવા મળી છે. ખરાબ પ્રદર્શનનાં કારણે, આ વર્ષે તેની પાસેથી ટીમની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી અને તેના સ્થાને ન્યુઝીલેન્ડનાં કેન વિલિયમસનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – IPL 2021 / બેંગ્લોર-પંજાબની મેચમાં કેએલ રાહુલ અમ્પાયર સાથે લડી પડયા,જાણો શું છે કારણ
જોકે, કેપ્ટન બદલવાથી ટીમનું નસીબ બદલાયું નથી અને ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત છે. હૈદરાબાદ, જે પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, તેણે રવિવારે કોલકાતા સામે 20 ઓવરમાં આઠ વિકેટનાં નુકસાને 115 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. ટીમનાં કેપ્ટન કેન વિલિયમસને 21 બોલમાં ચાર ચોક્કાની મદદથી સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અબ્દુલ સમાદે 18 બોલમાં ત્રણ છક્કાની મદદથી 25 રન બનાવ્યા હતા.