Not Set/ રાજકોટ/ બેડી યાર્ડમાં અચોક્કસ મુદતના બંધનું એલાન

બેડી માર્કેટમાં મચ્છરોનાં ત્રાસનો મામલો શ્રમિકો અને વેપારીઓએ કર્યો વિરોધ પોલીસ અને વેપારીઓ આમને-સામને પોલીસ પર કરાયો પથ્થરમારો વેપારીઓ પર કરાયો લાઠીચાર્જ રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે.  ત્યારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. […]

Gujarat Rajkot
LRD ભાઈઓ 2 રાજકોટ/ બેડી યાર્ડમાં અચોક્કસ મુદતના બંધનું એલાન
  • બેડી માર્કેટમાં મચ્છરોનાં ત્રાસનો મામલો
  • શ્રમિકો અને વેપારીઓએ કર્યો વિરોધ
  • પોલીસ અને વેપારીઓ આમને-સામને
  • પોલીસ પર કરાયો પથ્થરમારો
  • વેપારીઓ પર કરાયો લાઠીચાર્જ

રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે.  ત્યારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા.  આથી રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.  તેમજ રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ફરજ પડી હતી.

જો કે, પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડની અંદર જતા રહ્યા હતા. અને પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો.  પોલીસે 25થી વધુ વેપારીઓ, ખેડૂતોની અટકાયત શરૂ કરી છે.  કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની અટકાયત કરતા જ વેપારીઓ અને ખેડૂતો વિફર્યા હતા.  પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો.  આથી બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે. લાઠીચાર્જ ની ઘટના બાદ અચોક્કસ મુદ્દત માટે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.