Gujarat News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં કલા , સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે : – મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી  ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ

Top Stories Gujarat
Beginners guide to 2024 12 02T160807.672 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં કલા , સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે : - મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat News : અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.₹૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર હમેશાં પ્રજાની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત છે.અમદાવાદ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલ્વે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. રેલ્વે ઓવરબ્રિજના લીધે હવે ટ્રાફિક ડાયવર્ટ થવાના કારણે, ફાટક પર જે વિલંબ કરવો પડતો હતો તેમાં મહદઅંશે રાહત મળશે તથા પ્રજાજનોના ઇંધણ, પૈસા અને સમયની બચત થશે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

Beginners guide to 2024 12 02T160652.614 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં કલા , સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે : - મંત્રી ઋષિકેશ પટેલ

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં વિકાસની અવિરત યાત્રાની શરૂઆત કરાવેલી. તેમણે ખેડૂતો, મહિલાઓ અને ગામડાના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને સતત તેમના ઉત્થાન માટેના પ્રયાસો કરેલા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પાછલા વર્ષોમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પીવાના અને સિંચાઇના પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ સહિત પાકા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આજે કલા સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર લોકસાહિત્યકારો, કલાકારો અને સંતોની ભૂમિ રહ્યું છે ત્યારે ધંધુકામાં પણ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના સન્માનમાં હમણાં જ નવીન મ્યુઝીયમ ખુલ્લું મુકવામાં આવ્યું છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઝુંબેશના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ. એ જ દિશામાં પ્રગતિ કરતાં રાજ્યમાં આજે સ્ત્રી સશકિતકરણ, કુપોષણ નાબૂદી, કન્યા કેળવણી માટે પ્રસંશનીય કામગીરી થઇ રહી છે.

Beginners guide to 2024 12 02T160957.597 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં કલા , સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે : - મંત્રી ઋષિકેશ પટેલ

મંત્રીએ વડાપ્રધાન દ્વારા પર્યાવરણ જાળવણીની મુહિમ સ્વરૂપે શરૂ કરવામાં આવેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદનો પણ ઉલ્લેખ કરીને ઉપસ્થિત સૌને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રાસંગિક ઉદબોધન કરતા લોકાર્પણ પામનાર નવીન રેલવે ઓવરબ્રિજ સહિત તાલુકામાં કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યો પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Beginners guide to 2024 12 02T161122.683 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં કલા , સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે : - મંત્રી ઋષિકેશ પટેલ

મંત્રી  ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ધંધુકા તાલુકાના આકરું ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ અને રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમની પણ મુલાકાત લીધી હતી.
લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ ખાતે મંત્રીશ્રીએ પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી.રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમ ખાતે મંત્રીએ  ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, લોકસાહિત્ય તથા આઝાદીની લડાઈમાં તેમના પ્રદાન અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ ઉપરાંત તેમણે કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય  કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી  વિદેહ ખરે, અગ્રણી  હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય  ભરતભાઈ પંડ્યા તથા લાલજીભાઈ મેર, ધંધુકા ગુરુકુળના પૂજ્ય બાપુ સ્વામી, એપીએમસીના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના વડા તથા સભ્યો સહિત સામજિક આગેવાનો, સરકારી વિભાગોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતાં ભારે દોડધામ

આ પણ વાંચો: પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ