New Delhi News: પાંચમા તબક્કાની ચૂંટણી આવતીકાલે (20 મે) યોજાશે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદાન થશે. અત્યાર સુધી ચાર તબક્કામાં 379 બેઠકો પર મતદાન થયું છે. પાંચમા તબક્કાની સાથે જ કુલ 428 સીટો માટે ચૂંટણી પૂર્ણ થશે. છઠ્ઠા તબક્કામાં 58 લોકસભા બેઠકો અને સાતમા તબક્કામાં 57 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
ક્યાં અને કેટલી બેઠકો પર ચૂંટણી?
પાંચમા તબક્કામાં બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, લદ્દાખની 1, મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, ઓરિસ્સાની 5 અને પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર ચૂંટણી યોજાશે.
દિગ્ગજો મેદાનમાં
પાંચમા તબક્કામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, સાધ્વી નિરંજન જ્યોતિ, કૌશલ કિશોર, ભારતી પ્રવીણ પવાર, ઓમર અબ્દુલ્લા સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ જનતા નક્કી કરશે.
પાંચમા તબક્કામાં ગુનેગારોનું વર્ચસ્વ
પાંચમા તબક્કાના 159 ઉમેદવારો પર ફોજદારી કેસ છે અને 122 પર ગંભીર ફોજદારી કેસ છે. ચાર ઉમેદવારો સામે હત્યા અને હત્યાના પ્રયાસના 28 કેસ નોંધાયા છે. 29 ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચારના કેસ નોંધાયા છે.
કેટલા ઉમેદવારો મેદાનમાં?
બિહારમાં 80, જમ્મુ-કાશ્મીરમાં 22, ઝારખંડમાં 54, લદ્દાખમાં ત્રણ, મહારાષ્ટ્રમાં 264, ઓરિસ્સામાં 40, ઉત્તર પ્રદેશમાં 144 અને પશ્ચિમ બંગાળમાં 88 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
કરોડપતિઓની સંખ્યા પણ વધુ
પાંચમા તબક્કામાં 227 કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3.56 કરોડ રૂપિયા છે. ઝાંસીથી ભાજપના ઉમેદવાર અનુરાગ શર્મા પાસે સૌથી વધુ 212 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે એક ઉમેદવારે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે.
આ પણ વાંચો:‘હું ઘટના સમયે CM નિવાસસ્થાને નહોતો’, વિભવ કુમારનો દાવો
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, શોપિયામાં ભાજપ નેતાની હત્યા
આ પણ વાંચો: દેશમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ