Bhavnagar News: ભાવનગર જેલમાંથી બિનવારસી મોબાઇલ અને જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. આના લીધે તંત્ર ચોંકી ઉઠ્યું છે. જેલમાં મોબાઇલ ક્યાંથી આવ્યો, આ પ્રકારના મોબાઇલનો કેટલા સમયથી ઉપયોગ થતો હતો, કોણ આ મોબાઇલનો ઉપયોગ કરતું હતું. આ બિનવારસી મોબાઇલના લીધે અનેક સવાલો ઊભા થયા છે. તેને લઈને કેસ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા જેલના જેલર ગ્રુપ-2માં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ બિનવારસી મોબાઇલ મળી આવતા નીલમબાગ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ છે. ચાર જુલાઈના રોજ જેલ સહાયક ગૌતમભાઈ વી, સરવૈયા નાઓ વિવિંગ વિભગમાં આવેલ શૌચાલયની પાછળના ભાગે રાઉન્ડ લેતા જમીન ઉપસેલી દેખાતા ખાડો ખોદાયાની શંકા ગઈ હતી, જે ચેક કરવા અલગ-અલગ બે ખાડા ખોદતા એક ખાડામાંથી પારદર્શક પ્લાસ્ટિકની થેલીમા સફેદ કલરની થેલીમા વીંટાળેલ કોઈ વસ્તુ મળી આવી હતી
આ જ રીતે બીજા ખાડામાંથી સફેદ કલરની થેલીમા વિંટાળેલ કોઈ વસ્તુ મળી આવતા તેઓ દ્વારા સર્કલ અમલદાર જીવણભાઈ કે. રાઠોડનાઓને જણાવતા તેઓ દ્વારા ધર્મેન્દ્રસિંહ ઝાલા સમક્ષ મુદામાલ સાથે રજૂ કરી હતી. આ થેલી ખોલવામાં આવતા પારદર્શક જોઈ શકાય તેવી થેલીમાં સફેદ કલરની થેલીમાં કાર્બન પેપરમા વીંટાળેલ કેચોડા કંપનીનો સ્કાય બલ્યુ કલરનો રોઝ પિન્ક કલરના કીપેડવાળો બેટરી સહિત સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન નંગ-૦૧ મોડેલ A26 સ્વિચ ઓફ હાલતમાં મળી આવ્યો હતો.
અન્ય સફેદ કલરની થેલીમાં ન્યુઝ પેપરમાં વીંટાળેલ નંગ-૦૧ જેવી જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવેલ હતી. આ અનુસંધાને જેલ પ્રતિબંધિત મોબાઇલ ફોનની ચકાસણી કરવમા આવે તો ઘણી બાબતોનો ખુલાસો થઈ શકે તેમ છે. ડાયલ મોબાઇલ નંબરો ને ટ્રેસ તથા કોલ ડિટેલ્સ કાઢવામા આવે તો ફોનનો અનાધિકૃત ઉપયોગ કયા ક્યા કેદીઓએ કરેલ છે ? તે બાબતો જાણી શકાય આ અંગે ઊંડાણપુર્વકની ઘનિષ્ઠ તપાસ કરવા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ-42,43,45 ( 12) મુજબની મળેલ બિનવારસી મોબાઇલ ફોનની વિગતે ફરીયાદ નોંધવામાં આવી.
આ પણ વાંચો: Gujarat Rain Live 9 July: ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે….
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા