મુલાકાત/ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરી શકે છે!

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે, કચ્છમાં ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લઇ શકે છે.

Top Stories Gujarat
5 1 12 કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરી શકે છે!
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કાલે આવશે કચ્છ
  • આવતીકાલે સવારે 9 કલાકે ભૂજ એર્પોર્ટ પહોંચશે
  • CM ભૂપેન્દ્ર પટેલ કાલે કચ્છની મુલાકાતે
  • અસરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત
  • હવાઈ નિરીક્ષણ કરી શકે CM અને અમિત શાહ

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે, કચ્છમાં ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લઇ શકે છે. આવતીકાલે સવારે 9 કલાકે ભૂજ એરપોર્ટ પર પહોંચી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે ,આ ઉપરાતં હવાઇ નિરીક્ષણ પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કેકચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. ગતરાત્રે લૅન્ડફૉલ થયું જે વહેલી સવાર સુધી સક્રિય રહ્યું. એના લીધે 140 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. એથી વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનમાંથી ઊખડી ગયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી ગયાં છે.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કચ્છનાં નલીયાનાં ગામોમાં 45 ગામોમાં અંધારપટ છે. કેમકે ચક્રવાતને લીધે વીજપુરવઠા માટેના તાર તૂટી ગયા છે અને વીજથાંભલાઓ પણ પડી ગયા છે.

રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અમુક વિસ્તારો એવા છે જ્યાં પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તા તૂટી ગયા છે. જેને કારણે અમુક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. આ સ્થિતિમાં NDRF સહિતની બચાવ ટીમો વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. તો ભારે પવન અને વરસાદને કારણે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

કચ્છમાં વાવાઝોડા દરમ્યાન 54000 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો સગર્ભા બહેનો, બાળકો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 63 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. 670 કાચા અને 275 પાકા મકાનો અસરગ્રસ્ત થયા છે. મહત્વનુ છે કે 348 મકાનોની ઘરવખરીને નુકસાન થયું છે. 552માંથી 382 સગર્ભા માતાઓની ડિલિવરી પણ કરાઈ છે. માનવ ઇજાના 8 કેસ નોંધાયા છે. વાવાઝોડાની તારાજીને કારણે 263 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે.