અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં આવી ગયા છે. ગુજરાતમાં આજના દિવસમાં તેમના ત્રણ લોકાર્પણ કાર્યક્રમો છે. તેમા બે કાર્યક્રમ ગાંધીનગર જિલ્લામાં અને એક કાર્યક્રમ અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે છે. બે કાર્યક્રમ બપોરના છે અને એક કાર્યક્રમ સાંજનો છે.
તે ગાંધીનગર જિલ્લામાં માણસા કોલેજ ખાતે એસ ડી આર્ટ્સ એન્ડ બી આર કોમર્સ કોલેજ ખાતે રમતગમત વિભાગ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી અર્બન સ્પોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બપોરે સાડા બાર વાગે મૂહુર્ત કરવાના છે.
તેના પછી બપોરે અઢી વાગે તેઓ તે અમદાવાદ-મહેસાણા હાઇવે પર ઇફકો કલોલ ખાતે નૈનો ડીએપી તરલ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્લાન્ટના લોકાર્પણના લીધે ખેડૂતોને વાજબી ભાવે ખાતર ઉપલબ્ધ થશે.
તેના પછી સાંજે સાડા ચાર વાગે અમદાવાદ જિલ્લામાં સાણંદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. જીઆઇડીસીમાં પણ વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ NAGPUR/ નાગપુરમાં RSSના વિજયાદશમી ઉત્સવ, મોહન ભાગવતે મણિપુર હિંસા પર શું કહ્યું….
આ પણ વાંચોઃ Cji/ અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન
આ પણ વાંચોઃ Israel Hamas War/ બરાક ઓબામાએ નેતન્યાહુને કર્યા સાવધાન, “ઈઝરાયલની આ હરકતોથી નુકસાન થશે”