જો કોઇ વ્યક્તિ કોઇ વસ્તુ કરતું જ ન હોય તો તેને તે વસ્તું વિશે કેવી રીતે ખબર હોય. અરે ના આ કોઇ વિજ્ઞાનીક શોધ સંશોધનની વાત નથી. આ તો છે ડુંગરીની માંઠાગાંઠની વાત. અને આવુ જ કઇંક કહી રહ્યા છે ભાજપ સરકારનાં એક મંત્રી.
જી હા, દેશભરમાં જે મામલે બબાલ ચાલી રહી છે, ખુદ મંત્રીજીની જ સરકારનાં ઉચ્ચ કક્ષાનાં મંત્રીઓ દરેક જગ્યા પર આ વિશે વાતો કરી રહ્યા છે. અરે આ તો બધુ ઠીક છે પણ સરકારનાં કેન્દ્વીય નાણાંમંત્રી દ્વારા પણ સંસદમાં એટલે કે લોકસભામાં જે વાતની ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં સરકારી મંત્રી હોવાનાં કારણે આ મંત્રીજી પણ હાજર હતા.
એજ મંત્રીને સંસદનાં પ્રાંગણમાં પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “હું એક શાકાહારી છું. મેં ક્યારેય ડુંગળીનો સ્વાદ ચાખ્યો નથી. તેથી, મારા જેવા વ્યક્તિને ડુંગળીની સ્થિતિ (બજારના ભાવ) વિશે કેવી રીતે ખબર પડશે,”. જી હા આવુ કહેવાવાળા છે કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે.
મંત્રીજીના કહેવા પ્રમાણે તમારે જો ચોરી અને ગુના વિશે વાત કરવી હોય તો પહેલા તે કરવો પડે તમે જે કર્યુ જ નથી કે તમે જે કરતા જ નથી તેની તમને ખબર જ શી રીતે હોય……. દેશમાં જે 130 કરોડ લોકોનું પ્રતિનીધિત્વ કરે છે તેવા કેન્દ્ર કક્ષાનાં મંત્રી જે બીજી અનેક બાબતોમાં ગમે ત્યારે પોતાનો સુર પુરાવવા માટે પ્રખ્યાત છે(હમણા જ દિલ્હીમાં ઓડ-ઇવન મામલે કેજરીવાલ સરકારનાં હુકમમાં સામે પડ્યા હતા) તેવા મંત્રી જો આ પ્રકારની વાત કરે તો પછી વિપક્ષ અને ખાસ કરીને હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલા પી.ચિદમ્બરમ દ્વારા કહેવામાં આવ્યું તે વાત આપો આપ સાબિત થતી લાગે કે અર્થકારણનાં મામલામાં સરકાર ક્લૂલેસ છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.