Video/ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આવશે ગુજરાત, 1 મે ના રોજ કેડી હોસ્પિટલના કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની રવિવારે 1 મેના રોજ સોરિંગ હાઇટ્સ ઓફ એમ્પાવર્મેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે,

Trending Videos
સ્મૃતિ ઇરાની

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની રવિવારે 1 મે ના રોજ સોરિંગ હાઇટ્સ ઓફ એમ્પાવર્મેન્ટ ઇન ફાર્મા એન્ડ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં એક નોલેજ રિપોર્ટ ફ્યુચર ઇમ્પેક્ટ ઓન ફાર્મા એન્ડ હેલ્થકેર વીથ ડાયવર્ઝિટી એન્ડ ઇન્ક્લુઝિવિટીઃ વિઝન 2030 પણ લોંચ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમમાં હેલ્થકેર અને ફાર્મામાં વિવિધતા અને સમાવેશકતા તથા મહામારી દરમિયાન લેવાયેલા મોટા પગલાઓ અને પ્રગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં મહિલાઓને મુખ્યધારામાં લાવવા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં લેતાં કોન્ફરન્સ આ ક્ષેત્રમાં વધુ મહિલાઓને સામેલ કરવા સંબંધિત વાર્તાલાપ, ચર્ચાઓ અને તેના પરિણામો હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત