Not Set/ કોરોનામાં માર્યા ગયેલાઓની આત્માની શાંતિ માટે અનોખા શાંતિયજ્ઞનું આયોજન

. 5 જેટલી વાનમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું . અને ઘરે ઘરે વાન ફેરવી ગ્રામજનોએ આહુતિ આપી હતી.  કોરોના મહામારીમાં અનેક લોકો એ જીવ ગુમાવતા તેઓની આત્માની શાંતિ આ યજ્ઞ નું આયોજન કરાયું હતું .

Gujarat Others
radha 1 કોરોનામાં માર્યા ગયેલાઓની આત્માની શાંતિ માટે અનોખા શાંતિયજ્ઞનું આયોજન

સરભોન વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા કોરોનાના મૃતકોને અનોખી રીતે અંજલિ અપાઈ હતી. 5 જેટલી વાનમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું . અને ઘરે ઘરે વાન ફેરવી ગ્રામજનોએ આહુતિ આપી હતી.  કોરોના મહામારીમાં અનેક લોકો એ જીવ ગુમાવતા તેઓની આત્માની શાંતિ આ યજ્ઞ નું આયોજન કરાયું હતું .

કોરોના મહામારીનો પ્રથમ તબક્કો અને બીજો ત બક્કો જે હાલ ચાલી રહ્યો છે . બે વર્ષથી કોરોના એવો તો વકર્યો કે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે . ત્યારે બારડોલી તાલુકાના સરભોન ગામે ધાર્મિક રીતે એક અનોખું સેવાકીય અને આવકાર્ય કાર્ય કર્યું હતું .સરભોન ગામ ગાયત્રી પરિવાર દ્વારા એક યજ્ઞનું આયોજન કરાયું હતું . ખાસ કરીને કોરોનાના કપરા કાળમાં અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે . અમુક કિસ્સાઓ તો એવા પણ બન્યા કે પરિવારજનો પોતાના સ્વજનની અંતિમ વિધિ પણ જોઈ શક્ય નથી . જેથી ગાયત્રી પરિવાર દ્વારા પંચકુંડી મોબાઈલ યજ્ઞનું આયોજન કરાયું. પાંચ જેટલી વાનમાં યજ્ઞ શરૂ કરાયો અને લોકો પ્રત્યક્ષ રીતે યજ્ઞમાં જોડાઈ શકે જેથી વાનને સરભોન ગામમાં ઘરે ઘરે ફેરવવામાં આવી હતી . જેથી લોકો ઘર બેઠા યજ્ઞમાં જોડાઈ શકે અને આહુતિ આપી શકે.

radha 2 કોરોનામાં માર્યા ગયેલાઓની આત્માની શાંતિ માટે અનોખા શાંતિયજ્ઞનું આયોજન

કોરોના કાળને લઇને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનામાં મૃત્યુ પામનારા ને પ્રભુ સદગતિ પમાડે તે આશય સાથે યજ્ઞ કરવામાં આવ્યું હતું .ઘર દીઠ એક વ્યક્તિ આ યજ્ઞમાં આહુતિ આપી શકે તે પ્રકારે આયોજન કરાયું હતું.  જોકે સરભોન વિભાગ ગાયત્રી પરિવાર સાથે અનોખા કાર્યમાં સ્થાનિક પંચાયત પણ જોડાયું હતું. અને પંચાયતના સભ્યો તેમજ ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા. અને ગાયત્રી પરિવારના આ આયોજનની સરાહના પણ કરી હતી.

radha 3 કોરોનામાં માર્યા ગયેલાઓની આત્માની શાંતિ માટે અનોખા શાંતિયજ્ઞનું આયોજન

શાંતિકુંજ હરિદ્વારના આદેશ મુજબ આજે 6 કરોડ લોકોના ઘરમાં પંચ કુંડી યજ્ઞ થશે. જેના ભાગ રૂપે સરભોન વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞની વાત કરી એ તો આ યજ્ઞ થકી વાતાવરણ પણ શુદ્ધ બને  તે હેતુ સાથે યજ્ઞ રાખવામાં આવ્યો હતો.