Gujarat rainforecast/ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીના લીધે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 1 6 રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

Gandhinagar News: રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીના લીધે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા, ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. સાઇક્લોનિક સરક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના લીધે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. રાજ્યના 20 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ 31 જુલાઈ 2024, બુધવારના દિવસે ગુજરાતના 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા