Gandhinagar News: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યના કુલ 251 તાલુકામાંથી 217 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા 100 તાલુકોમાં તો એક ઇંચથી દસ ઇંચ વરસાદ ખાબક્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું. આમ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા જેટલો પડ્યો છે અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16 ટકા જેટલો પડ્યો છે.
સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી આવી છે. જેમાં બારડોલી, મહુવા, પલસાણા તાલુકો પ્રભાવિત થયા છે. માણેકપુર ગામે પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે. તેમાં માણેકપુર ગામે સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સ્કૂલમાં પાણી ભરાતા શાળામાં રજા આપી દેવાઈ છે. જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો બારડોલીમાં 9.5 ઇંચ, પલસાણા : 7.8 ઇંચ, મહુવા : 7 ઇંચ, કામરેજ : 4 ઇંચ, માંડવી : 3.5 ઇંચ, માંગરોળ :2 ઇંચ, ઓલપાડ :4 ઇંચ, ચોયાસી : 1.25 ઇંચ વરસાદ આવ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઇને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવા હતી. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલા ધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાનું બારડોલી મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના જળાશયોમાં 30 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં અવિરત વરસાદ અને ઉપરવાસમાં વરસાદ થતા રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ સાથે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે પ્રાપ્ત થતા 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા, 11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 30 ટકા પાણી સંગ્રહ થયું છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત