Ahmedabad/ વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

નળકાંઠાના કુમારખાણ ગામ સીમમા વિજળી પડતા ખેડુતનુ મોત

Ahmedabad Gujarat
unseasonal rain in viramgam mandal nalkantha વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

નવીન મહેતા – પ્રતિનિધિ, ડુમાણા

હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવી સાથે વાતાવરણ ઠંડુગાર બનતા કમોસમી વરસાદ પડ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારના ખેતીના ઉભા પાકના કપાસ એરંડા ઘઉં સહિતના પાકોને નુકસાનની ભીતિ ખેડુતો ચિંતિત છે. ડાંગરના પૂળા પલળી જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

બીજીબાજુ વિરમગામ નળકાઠાના કુમારખાણ-કમીજલા ગામ સીમમા ખેતરમા કામ કરતા જયંતીભાઈ કેશભાઇ મેર (ઉ.વ 64) પર વિજળી પડતાં મોત નિપજ્યુ છે.
વિરમગામ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

હજુ પણ બે દિવસ હવામાન વિભાગની આગાહી છે અને વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડમાં જણસીને સાચવીને મૂકવાના આવી હતી. વિરમગામ નળકાઠાના ગ્રામ્ય વિસ્તાર મા ખેતી ને પણ વ્યાપક નુકસાન થયુ છે.


અમદાવાદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

અમદાવાદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો