Not Set/ યુપી : મંદિર દર્શન કરવા આવેલી કિશોરી સામૂહિક દુષ્કર્મનો બની ભોગ

દેશમાં દુષ્કર્મનો ભોગ બની રહેલી યુવતીઓમાં દિવસો જતા વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને યુપી, મધ્યપ્રદેશમાં આ ઘટનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે એક ઘટના યુપીથી સામે આવી છે, જેમા એક મંદિરમાં ગયેલી યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો છે. દુષ્કર્મ કર્યા બાદ આ યુવકો કિશોરીને ઘરપા ગામની નજીક હાઇવે પર ફેંકીને ભાગી ગયા […]

Top Stories India
યુપી : મંદિર દર્શન કરવા આવેલી કિશોરી સામૂહિક દુષ્કર્મનો બની ભોગ

દેશમાં દુષ્કર્મનો ભોગ બની રહેલી યુવતીઓમાં દિવસો જતા વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને યુપી, મધ્યપ્રદેશમાં આ ઘટનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે એક ઘટના યુપીથી સામે આવી છે, જેમા એક મંદિરમાં ગયેલી યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યો છે. દુષ્કર્મ કર્યા બાદ આ યુવકો કિશોરીને ઘરપા ગામની નજીક હાઇવે પર ફેંકીને ભાગી ગયા હતા.

અહમદનગર થાના વિસ્તારની ગામ નિવાસી કિશોરી તેના ભાઇની સાથે બુલંદશહરમાં ભાડે રહેતી હતી. બુધવારે તે ખુર્જા સ્થિત નવદુર્ગા મંદિરમાં સ્કૂટી લઇને દર્શન કરવા પહોચી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ તે જ્યારે પરત થઇ રહી હતી ત્યારે સાંજે સાત વાગ્યે અગ્રવાલ ઓવરબ્રિઝ પાર કરતી સમયે તેની સ્કૂટીનું પેટ્રોલ ખતમ થઇ ગયુ હતુ. તે દરમિયાન એક કાર આવી જેમા ખુર્જા નિવાસી જીતુ સૈની પોતાના બે સાથીઓની સાથે ત્યા ઉતર્યો. મળી રહેલી માહિતી અનુસાર, પેટ્રોલ ભરાવી આપવાના બહાને તેમણે તે કિશોરી સાથે વાતો શરૂ કરી અને કોલ્ડ્રીક્સની બોટલ તેને આપી, જેમા તેમણે નશો ચઠે તેવો પદાર્થ ભેડવ્યો હતો. આ પીધા બાદ કિશોરી બેભાન થઇ ગઇ હતી. મળી રહેલી માહિતી અનુસાર તે લોકો કિશોરીને કોઇ જગ્યાએ લઇને ગયા જ્યા તેમણે તેની સાથે દુષ્કર્મ કર્યુ. મોડી રાત્રીએ કિશોરી બેભાન અવસ્થામાં સ્કૂટીની સાથે ઘરપા ગામની નજીક હાઇવે પર મળી આવી.

ઘટનાની જાણ થતા પોલીસે કિશોરી સાથે પૂછપરછ કરી અને બાદમાં કિશોરીને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી. જો કે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ શું પોલીસ કે સરકાર સતત વધી રહેલી આવી ઘટનાઓને રોકવા માટે કોઇ કડક પગલા ભરશે, તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.