Not Set/ update/રાજદ્રોહ કેસમાં ગેરહાજર રહેતા હાર્દિક પટેલની ધરપકડ

હાલ માં જ પ્રાપ્ત સમાચાર અનુસાર હાંસલપુર ખાતેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૫માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા અને ભડકાઉ ભાષણ બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આજની સુનાવણીમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ફરી ગેરહાજર રહેતા સરકારે કડક કાર્યવાહીની માગણી કરી છે. આજની સુનાવણીમાં દિનેશ બામણીયા અને ચિરાગ […]

Ahmedabad Gujarat
hardik update/રાજદ્રોહ કેસમાં ગેરહાજર રહેતા હાર્દિક પટેલની ધરપકડ

હાલ માં જ પ્રાપ્ત સમાચાર અનુસાર હાંસલપુર ખાતેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.

૫ ઓગસ્ટ, ૨૦૧૫માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા અને ભડકાઉ ભાષણ બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આજની સુનાવણીમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ફરી ગેરહાજર રહેતા સરકારે કડક કાર્યવાહીની માગણી કરી છે. આજની સુનાવણીમાં દિનેશ બામણીયા અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. જયારે હાર્દિક પટેલ આજે સુનાવણીમાં ગેર હાજર રહેતા સરકારે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

હાઇકોર્ટ/ ઉંઝા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલને ઝટકો, જાણો શું કહ્યું હાઈકોર્ટે

મોરબી/ હળવદ કોંગ્રેસ-ખેડૂતો દ્વારા મહાસંમેલનનું આયોજન, હાર્દિક પટેલ પણ જોડાશે

હાર્દિક દ્વારા કેસમાંથી હાજર રહેવાની મુક્તિ માટેની અરજી કરવામાં આવી હતી. જે પણ કોર્ટે ફગાવી દીધી હતી.કેસની સુનવણીમાં ગેરહાજર રહેતા કોર્ટે હાર્દિક વિરુદ્ધ બિન જામીનપાત્ર પકડ વોરંટ જાહેર કર્યું છે. કેસમાં વધુ સુનવણી ૨૪મી જાન્યુઆરીએ હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.