પ્રવાસ/ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનની પત્ની જિલ બિડેન અચાનક યુક્રેન પહોંચ્યા,ઝેલેન્સકીની પત્ની સાથે કરી મુલાકાત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની જીલ બિડેન રવિવારે અચાનક પશ્ચિમ યુક્રેન પહોંચ્યા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલેન્સકીને મળ્યા

Top Stories World
11 9 અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનની પત્ની જિલ બિડેન અચાનક યુક્રેન પહોંચ્યા,ઝેલેન્સકીની પત્ની સાથે કરી મુલાકાત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્વનો અંત આવ્યો નથી,અનેક ચર્ચા વિચારણા અને વિશ્વના અનેક દેશોએ યુદ્વ સમાપ્ત અપીલ કરી છે પરતું રશિયા ઝુકવા તૈયાર નથી તો સામે યુક્રેન પણ નમતું તોળવા તૈયાર નથી,જેથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. યુદ્ર સમયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની જીલ બિડેન રવિવારે અચાનક પશ્ચિમ યુક્રેન પહોંચ્યા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલેન્સકીને મળ્યા આ સાથે, જીલ રશિયન હુમલા બાદ યુક્રેનની મુલાકાત લેનારી અમેરિકન સેલિબ્રિટીઓમાંની એક બની ગયા છે, તેઓ યુદ્વ વચ્ચે યુક્રેન પહોચ્યા છે.

જીલ બિડેને ઝેલન્સકીની પત્ની ઓલેનાને કહ્યું, “હું મધર્સ ડે પર અહીં આવવા માંગતી હતી . મને લાગ્યું કે યુક્રેનના લોકોને બતાવવું જોઈએ કે અમેરિકાના લોકો યુક્રેનના લોકો સાથે ઉભા છે.” બંનેની મુલાકાત યુક્રેનની સરહદે આવેલા સ્લોવાકિયાના એક ગામમાં સ્થિત એક શાળામાં થઈ હતી. બંને એક નાનકડા ક્લાસરૂમમાં બેઠા અને એકબીજા સાથે વાતો કરી છે.

ઓલેનાને  “હિંમતભર્યા પગલા” માટે જીલનો આભાર માન્યો અને કહ્યું, “અમે યુદ્ધ દરમિયાન અમેરિકાની પ્રથમ મહિલાનું અહીં આવવાનું મહત્વ સમજી શકીએ છીએ. તે અહીં એવા સમયે આવ્યા  છે જ્યારે રોજેરોજ સૈન્ય હુમલા થઈ રહ્યા છે.જે અમારી માટે મહત્વની બાબત છે.