જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવનો દોર ચાલુ થયો છે. કાસિમની હત્યા અને ઇરાકમાં થયેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ બની છે. પરંતુ યુએસ સંસદે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ કરવાથી રોકવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો. ઈરાન સામે લશ્કરી કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના અધિકારને મર્યાદિત યુદ્ધ શક્તિ ઠરાવ અમેરિકન સંસદના નીચલા ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ હેઠળના યુ.એસ. પ્રતિનિધિમંડળમાં, ગુરુવારે મતદાન થયું હતું. આ પ્રસ્તાવના પક્ષમાં 194 મતો પડ્યા હતા.
આ પ્રસ્તાવનો અર્થ છે કે હવે ઈરાન વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. જોકે, ઉપલા ગૃહમાં આ પ્રસ્તાવ પસાર થવાનો બાકી છે. કોંગ્રેસ નેતા એલિસા સ્લોટકિને ગૃહમાં મોસન રજૂ કર્યું હતું. એલિસા અગાઉ સીઆઈએ એનાલિસ્ટ નિષ્ણાત તરીકે સેવા આપી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના કાર્યકારી સહાયક સચિવ તરીકે પણ સેવા આપી ચુકી છે.
અગાઉ યુ.એસ.ના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ કરવાથી રોકવા માટે યુએસ સંસદ આજે મતદાન કરશે. ખરેખર, યુ.એસ. સંસદમાં ઇરાન સાથે યુદ્ધના મુદ્દે મતદાન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધુ ગાયો બન્યો છે.
ઇરાન દ્વારા યુએસ સૈન્ય મથકો પરના હુમલા બાદ યુએસ સંસદમાં તેના પર મતદાન થયું હતું, અને ટ્રમ્પની યુદ્ધ શક્તિઓને મર્યાદિત કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કારણ કે બુધવારે ઇરાને કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા ઇરાકના યુએસ સૈન્ય મથકો પર ડઝન મિસાઇલો ચલાવી હતી. ઇરાને દાવો કર્યો છે કે, તેના મિસાઇલ હુમલામાં 80 જેટલા યુએસ સૈનિકો માર્યા ગયા છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવાને ફગાવી દીધો છે કે, તેમને આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.
આપને જણાવી દઇએ કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વના ક્ષેત્રમાં (ગલ્ફ દેશો) યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. જેનાથી અખાત દેશમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન, વિશ્વના ઘણા દેશો તરફેણમાં અને વિરોધમાં વહેંચાયેલા જોવા મળે છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો આખી દુનિયાને તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.