માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર યુઝર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હકિકતમાં ટ્વિટરે એક વેરિફિકેશન પ્રોગ્રામને ફરી લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આવામાં જો ટ્વિટર યુઝર પોતાના અકાઉન્ટ માટે બ્લૂ ટીક માર્ક હાંસલ કરવા ઈચ્છે છે તો હવે અગાઉ કરતા સરળતાથી બ્લૂ ટીક માર્ક હાંસલ કરી શકાશે.
બ્લૂ ટીક મેળવવા માટે યુઝરે જાતે જ વેરિફિકેશન માટે રિક્વેસ્ટ મોકલવાની રહેશે. ટેક્નોલોજી રિસર્ચરનું કહેવું છે કે ટ્વીટર આગળના અઠવાડિયામાં આ ફિચરને ફરી લોન્ચ કરી શકે છે. ટ્વિટર આ વર્ષે જાન્યુઆરીથી વેરિફિકેશન રિક્વેસ્ટ ફિચરને લોન્ચ કરવા ઈચ્છતી હતી. પરંતુ કંપનીને આ રી-લોન્ચમાં વિલંબ થયો છે.
ટેક્નોલોજી રિસર્ચરનું કહેવું છે કે ટ્વિટર તરફથી પૂછવામાં આવશે કે તેમારૂ અકાઉન્ટ વ્યક્તિગત છે કે કોઈ કંપનીનું છે. આ સાથે જ તમે એક્ટિવિસ્ટ, મનોરંજન ગ્રુપ સાથે સંકળાયેલા છો અથવા તમે પત્રકાર છો કે કોઈ સરકારી અધિકારી
તમારી માહિતી સાચી છે કે ખોટી આ માટે તમારે તમારી પ્રોફેશનલ આઈડી આપવાની રહેશે અને આ પછી આ માહિતીને વેરિફાઈ કરવામાં આવશે.
આ છે ટ્વિટર વેરિફિકેસનની પ્રક્રિયા
ટ્વિટર પર તમારૂ નામ તમારા સાચા નામ અને તેને મળતું હોવું જોઈએ. આ જ નિયમ કંપની મામલે પણ લાગુ પડે છે
ટ્વિટર પર વેરિફાઈડ ફોન નંબર, કન્ફર્મ ઈ-મેઈલ આઈડી, વ્યક્તિ કે કંપની અથવા બ્રાન્ડ વિશે વિસ્તૃત જાણકારી આપવી પડશે.
કંપની, બ્રાન્ડ અથવા અકાઉન્ટ યુઝરનો એક અસલી ફોટો આપવાનો રહેશે
જન્મદિવસની માહિતી વ્યક્તિગત અકાઉન્ટ પર આપવી પડશે.
ટ્વિટરની ગોપનિયતા સેટીંગમાં સાર્વજનિક ટ્વિટ સેટ કરવું.
Verification.twitter.com પર જઈને જણાવવાનું રહેશે કે તમે શું કામ કરો છો જેના કારણે તમારે અકાઉન્ટ વેરિફાઈ કરાવવું છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓળખ દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની રહેશે.
આ પછી Verification.twitter.com પર આપવામાં આવેલા સ્ટેપ એક બાદ એક પુરા કરવાના રહેશે.
ત્યારબાદ ટ્વિટર તમને એક ઈ-મેઈલ મોકલશે જેમાં જણાવાશે કે તમારૂ અકાઉન્ટ વેરિફાઈ થયું છે કે નહીં. જો તમરૂ અકાઉન્ટ વેરિફાઈ નથી થતું તો તમે 30 દિવસ પછી ફરી આ પ્રક્રિયા કરી શકો છો.