આસામ,
આજકાલ મોટરસાઇકલ ચોરી થવાના કેસ વધતા જાય છે. તેટલું જ અહીં પણ મોટરસાઇકલમાંથી પેટ્રોલ પણ ચોરી કરવાના કેસ સામે આવી રહ્યા છે. મોટરસાઇકલ ચોરી વધતા ચિંતામાં પણ વધારો થઇ ગયો છે. પરંતુ હવે આ ચિંતાનો અંત આવી શકે તેમ છે કેમ કે આસમમાં રહેતા એક વ્યક્તિએ મોટરસાઇકલ ચાવીની મદદથી પાસવર્ડથી ચાલુ કરવાની ટેકનીક શોધી લીધી છે.
આસામના આ વ્યક્તિએ એવું મશીન બનાવ્યું છે કે તમે તમારા મોટરસાઇકલ ને મોબાઈલ ફોનની જેમ પાસવર્ડથી ખોલી શકશો. પાસવર્ડનો ઉપયોગ કરીને આ વ્યક્તિએ સમસ્યાનો હલ લાવી દીધો છે.
આ નાનું મશીન મોટરસાઇકલના હેન્ડલ પર લગાવવામાં આવશે અને જેમાં ૦ થી ૯ ડીજીટ સુધીના આંકડા હશે. જો તમે સેવ કરેલો સાચો પાસવર્ડ નાખશો તો જમોટરસાઇકલ શરુ કરી શકશો. અને જો કોઈ બીજો માણસ પાસવર્ડ નાખવાનો પ્રયત્ન કરશે તો ૩ ખોટા પાસવર્ડ પછી બાઈક લોક થઇ જશે.
જો આ પ્રકારની સીસ્ટમ ઉપયોગ કરવામાં આવે તો મોટરસાઇકલ ચોરીની ઘણી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.