Uttar Pradesh: ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 40 લોકોના મોત થયા છે. મૃતકોમાં 25 મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. તેથી મૃત્યુઆંક પણ વધી શકે છે. આ અકસ્માતમાં 15 જેટલી મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. ઘાયલોને એટાહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિકંદરરાઉના મંડી પાસેના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડમાં 40 લોકોના મોત થયા છે. 25 મહિલાઓ અને બાળકોના મૃતદેહ એટાહ મેડિકલ કોલેજ પહોંચ્યા છે. સ્થાનિક લોકો 50 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ઘટનાની પ્રત્યક્ષ દર્શી મહિલાએ આ અંગે જણાવ્યું કે, સત્સંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા પરંતુ આ દરમિયાન જલ્દી નિકળવાની ઉતાવળમાં લોકોમાં ભાગદોડ મચી હતી અને લોકો એકબીજાને જોઇ પણ નથી રહ્યા હતા. ઘણી મહિલાઓ અને બાળકો આ ઘટનામાં પડી ગયા હતા અને લોકોની ભીડ તેમના ઉપરથી ભાગી રહી હતી અને ત્યાં હાજર લોકોમાંથી કોઇએ તેમની મદદ ન કરી હતી.
હાથરસમાં બનેલી ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિક મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ સાથે રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોની સારવાર વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી